Skip to main content

Posts

Natural Guardian of a Hindu Minor

Natural Guardian of a Hindu Minor હિન્દૂ સગીર ના કુદરતી વાલીઓ    Hindu minors and guardianship act : 1956 ની કલમ : 6 આ બાબતે નો ઉલ્લેખ કરેલ છે. કોઈ પણ હિન્દૂ સગીર ની જાત માટે કે તેની મિલકત માટે  સગીર ના વાલી તરીકે ,  જો છોકરો કે છોકરી અપરણિત હોય તો તેના પિતા અને તે બાદ તેની માતા , પરંતુ જોગવાય એવી કરવામાં આવેલ છે કે સગીરે જો પાંચ વર્ષ પુરા ન કરેલ હોય તો તેવા સગીર નો કબ્જો તેની માતા પાસે રહેશે.  જો અનૌરસ છોકરો અથવા અપરણિત છોકરી ના બાબતે માતા અને ત્યાર બાદ પિતા  પરણિત છોકરી ની બાબત માં તેનો પતિ    which person not become a guardian ? જો તેને હિન્દૂ ધર્મ નો ત્યાગ કરેલો હોય જો તેન સંસાર નો ત્યાગ કરી ને સાધુ બનેલ હોય.  

Divorce of hindu person.

DIVORCE OF HINDU PERSON      જે સપ્તપદી ના ફેરા ફરી અને સાત જન્મ સુધી સાથે જીવવા ના સોગંધ લીધા હોય અને સાતે જન્મ એજ પતિ અને એજ પત્ની મળે તે સપના જોયા હોય. તે જીવનના તબ્બકા માં જયારે છુટા પાડવાનું આવે અને એ છુટાછેડા આખા જીવતર નો ઘા બને એ ખરેખર આઘાતજનક બાબત હોય છે.      હિન્દૂ લગ્ન અધિનિયમ , 1955  કલમ : 13 માં છૂટાછેડા કોણ લઇ શકે અને ક્યાં સંજોગો માં લઈ શકે તે જણાવેલ છે.     પતિ અથવા પત્ની નીચેના કારણસર છૂટાછેડા માટે કોર્ટ માં અરજી કરી શકે છે.     વિધિઅનુસાર લગ્ન થયા બાદ લગ્ન સાથી સિવાય ના અન્ય કોઈ વ્યક્તિ સાથે સ્વેછાથી સમાગમ કરેલ હોય.     વિધિઅનુસાર લગ્ન થયા બાદ છૂટાછેડા ની અરજી કરનાર  સાથે ક્રુરતા પૂર્વક વર્તન કરેલ હોય.     કોર્ટ માં અરજી કરી હોય તેના બે વર્ષ થી અરજી કરનારનો ત્યાગ કરેલ હોય.     ધર્મ પરિવર્તન કરી વ્યક્તિ હિન્દૂ રહ્યો ન હોય.     એવી બીમારી થી પીડાતા હોય કે સાથે રહી શકાય તેમ ન  હોય.     તીર્વ અને અસાધ્ય રક્તપિત્ત થી પીડાતા હોય. ...

Procedure of arrest

ધરપકડ ની કાર્યવાહી      આપણે અગાઉ ધરપકડ ના કારણો ની ચર્ચા કરી. હવે આપણે ચર્ચા કરીશુ કે પોલીસે કઈ રીતે ધરપકડ કરશે. કાયદા થી ખાનગી વ્યક્તિ ને પણ ધરપકડ કરવાના અધિકાર આપેલા છે. આમ પોલીસ અધિકારી કે ખાનગી વ્યક્તિ , જે વ્યક્તિની ધરપકડ કરવાની છે તે વ્યક્તિના શરીર ને અટક માં લેશે. જયારે કોઈ મહિલાની ધરપકડ કરવાની હશે તો મહિલા પોલીસ જ ધરપકડ કરશે. પરંતુ જયારે આવી વ્યક્તિ પોલીસે ને તાબે ના થાય અને પોલીસે નો સામનો કરે ત્યારે પોલીસ કાયદાની મર્યાદા માં સાધનો નો ઉપયોગ કરશે.     જયારે કોઈ વ્યક્તિ ઉપર મૃત્યુ કે આજીવન કેદ ની સજા મુજબ નો ગુનાનું તહોમત ના હોય તો તેનું મોત નિપજાવી શકાય નહિ.   ફોજદારી કાર્યવાહી ના કાયદાની કલમ : 46 (4) માં જણાવેલ છે કે કોઈ મહિલા ની ધરપકડ સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલા  કરી શકશે નહિ સિવાય કે એવા સંજોગો ઉભા થાય કે ધરપકડ કરવી જરૂરી છે તો મહિલા પોલીસ અધિકારી , લેખિત રિપોર્ટ ના આધારે જેની હુકુમત માં ગુનો થયો હોય તે ફર્સ્ટ ક્લાસ જ્યુડીશ્યલ મેજિસ્ટ્રેટ ની અગાઉ થી પરવાનગી મેળવશે અને તે બાદ મહિલાની ધરપકડ કરી શકાશે.   ફોજદારી કાર્યવા...

પોલીસ ક્યારે વગર વોરંટે ધરપકડ કરી શકે.

When police arrest without warrant  પોલીસ ક્યારે વગર વોરંટે ધરપકડ કરી શકે.    ભારતીય ફોજદારી કાર્યવાહી ના કાયદા ની કલમ : 41 માં જણાવેલ છે કે પોલીસ અધિકારી ની રૂબરૂ માં કોઈ વ્યક્તિ પોલીસ અધિકાર નો ગુનો કરે , જેની સામે વ્યાજબી ફરિયાદ કરવામાં આવી છે અથવા એવી ખાતરી લાયક માહિતી મળી છે અથવા એવી વ્યાજબી શંકા પેદા થઈ છે કે તેને પોલીસ અધિકારનો ગુનો કરેલો છે કે જેની સજા સાત વર્ષ સુધી ની સજા હોય અથવા જે દંડ સાથે કે દંડ વિના સાત વર્ષ સુધી લંબાવી શકાય તેવી હોય અને નીચેં શરતો પુરી થતી હોય.    આવી ફરિયાદ ના આધારે પોલીસે અધિકારી ને એવું લાગે કે ધરપકડ કરવી જરૂરી છે.       1. આવી વ્યક્તિ બીજો ગુનો કરતા અટકે        2. ગુનાની યોગ્ય તપાસ  કરવા        3. પુરાવા સાથે કોઈ ચેડાં ન કરે તે માટે        4. કોઈ લાલચ ધમકી અથવા વચન થી માહિતી ખુલ્લી ન કરે તે માટે       5. જો આવી વ્યક્તિ ની ધરપકડ ન કરવા માં આવે તો , તેને અદાલત સમક્ષ હાજર કરી શકાય તેમ ન હોય ત્યારે તેની હાજરી નિશ્ચિત...

How to change will

વસિયત કર્યા બાદ સુધારો થઈ શકે.      વસિયત કર્યા બાદ તેમાં વસિયત કરતા ગમે તેટલી  વખત સુધારો કરી શકે. જેને " કોડિસિલ " કહે છે. દરેક કોડિસિલ ઉપર બે સાક્ષી ની સહી જરૂરી છે. વીલ માં જે બે સાક્ષી હતા તેજ સાક્ષી હોય તે જરૂરી નથી. વસિયતકરતા કોડિસિલ માં સાક્ષી બદલી શકે છે. વધુમાં વીલ કરનાર વસિયત કરતા સંજોગો બદલાય તો વીલ માં ગમે તેટલી વખત સુધારો કરી શકે છે. એવા સંજોગો જેવા કે જેના તરફેણ માં વીલ કરેલ હોય અને તે વ્યક્તિ વસિયત કરનાર પેહલા મરણ પામેલ હોય.