Skip to main content

પોલીસ ક્યારે વગર વોરંટે ધરપકડ કરી શકે.

When police arrest without warrant 
પોલીસ ક્યારે વગર વોરંટે ધરપકડ કરી શકે.
   ભારતીય ફોજદારી કાર્યવાહી ના કાયદા ની કલમ : 41 માં જણાવેલ છે કે પોલીસ અધિકારી ની રૂબરૂ માં કોઈ વ્યક્તિ પોલીસ અધિકાર નો ગુનો કરે , જેની સામે વ્યાજબી ફરિયાદ કરવામાં આવી છે અથવા એવી ખાતરી લાયક માહિતી મળી છે અથવા એવી વ્યાજબી શંકા પેદા થઈ છે કે તેને પોલીસ અધિકારનો ગુનો કરેલો છે કે જેની સજા સાત વર્ષ સુધી ની સજા હોય અથવા જે દંડ સાથે કે દંડ વિના સાત વર્ષ સુધી લંબાવી શકાય તેવી હોય અને નીચેં શરતો પુરી થતી હોય.
   આવી ફરિયાદ ના આધારે પોલીસે અધિકારી ને એવું લાગે કે ધરપકડ કરવી જરૂરી છે.
      1. આવી વ્યક્તિ બીજો ગુનો કરતા અટકે 
      2. ગુનાની યોગ્ય તપાસ  કરવા 
      3. પુરાવા સાથે કોઈ ચેડાં ન કરે તે માટે 
      4. કોઈ લાલચ ધમકી અથવા વચન થી માહિતી ખુલ્લી ન કરે તે માટે 
     5. જો આવી વ્યક્તિ ની ધરપકડ ન કરવા માં આવે તો , તેને અદાલત સમક્ષ હાજર કરી શકાય તેમ ન હોય ત્યારે તેની હાજરી નિશ્ચિત કરવા। 
      6. જેને કાયદા મુજબ સરકારે ગુનેગાર તરીકે જાહેર કરેલ હોય.
     7. કોઈ વ્યક્તિના કબ્જા  માંથી કઈ મળી આવેલ હોય અને તેનો વ્યાજબી રીતે ખુલાસો ન કરે અથવા તે વસ્તુ સંધર્ભે ગુનો થયેલ હોય.
     8. પોલીસે અધિકારીની ફરજ માં રુકાવટ કરે અથવા કાયદેસરના કબ્જામાંથી નાશી છૂટી હોય કે એવો પરયાશ કરેલ હોય.

                 ઉપરોકત મહત્વના કારણો આધારે પોલીસે કોઈ વ્યક્તિ ને વિના વોરન્ટ ધરપકડ કરી શકે છે.
      
 
 

Comments

Popular posts from this blog

Procedure of arrest

ધરપકડ ની કાર્યવાહી      આપણે અગાઉ ધરપકડ ના કારણો ની ચર્ચા કરી. હવે આપણે ચર્ચા કરીશુ કે પોલીસે કઈ રીતે ધરપકડ કરશે. કાયદા થી ખાનગી વ્યક્તિ ને પણ ધરપકડ કરવાના અધિકાર આપેલા છે. આમ પોલીસ અધિકારી કે ખાનગી વ્યક્તિ , જે વ્યક્તિની ધરપકડ કરવાની છે તે વ્યક્તિના શરીર ને અટક માં લેશે. જયારે કોઈ મહિલાની ધરપકડ કરવાની હશે તો મહિલા પોલીસ જ ધરપકડ કરશે. પરંતુ જયારે આવી વ્યક્તિ પોલીસે ને તાબે ના થાય અને પોલીસે નો સામનો કરે ત્યારે પોલીસ કાયદાની મર્યાદા માં સાધનો નો ઉપયોગ કરશે.     જયારે કોઈ વ્યક્તિ ઉપર મૃત્યુ કે આજીવન કેદ ની સજા મુજબ નો ગુનાનું તહોમત ના હોય તો તેનું મોત નિપજાવી શકાય નહિ.   ફોજદારી કાર્યવાહી ના કાયદાની કલમ : 46 (4) માં જણાવેલ છે કે કોઈ મહિલા ની ધરપકડ સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલા  કરી શકશે નહિ સિવાય કે એવા સંજોગો ઉભા થાય કે ધરપકડ કરવી જરૂરી છે તો મહિલા પોલીસ અધિકારી , લેખિત રિપોર્ટ ના આધારે જેની હુકુમત માં ગુનો થયો હોય તે ફર્સ્ટ ક્લાસ જ્યુડીશ્યલ મેજિસ્ટ્રેટ ની અગાઉ થી પરવાનગી મેળવશે અને તે બાદ મહિલાની ધરપકડ કરી શકાશે.   ફોજદારી કાર્યવા...