Skip to main content

Posts

Showing posts with the label legal

Procedure of arrest

ધરપકડ ની કાર્યવાહી      આપણે અગાઉ ધરપકડ ના કારણો ની ચર્ચા કરી. હવે આપણે ચર્ચા કરીશુ કે પોલીસે કઈ રીતે ધરપકડ કરશે. કાયદા થી ખાનગી વ્યક્તિ ને પણ ધરપકડ કરવાના અધિકાર આપેલા છે. આમ પોલીસ અધિકારી કે ખાનગી વ્યક્તિ , જે વ્યક્તિની ધરપકડ કરવાની છે તે વ્યક્તિના શરીર ને અટક માં લેશે. જયારે કોઈ મહિલાની ધરપકડ કરવાની હશે તો મહિલા પોલીસ જ ધરપકડ કરશે. પરંતુ જયારે આવી વ્યક્તિ પોલીસે ને તાબે ના થાય અને પોલીસે નો સામનો કરે ત્યારે પોલીસ કાયદાની મર્યાદા માં સાધનો નો ઉપયોગ કરશે.     જયારે કોઈ વ્યક્તિ ઉપર મૃત્યુ કે આજીવન કેદ ની સજા મુજબ નો ગુનાનું તહોમત ના હોય તો તેનું મોત નિપજાવી શકાય નહિ.   ફોજદારી કાર્યવાહી ના કાયદાની કલમ : 46 (4) માં જણાવેલ છે કે કોઈ મહિલા ની ધરપકડ સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલા  કરી શકશે નહિ સિવાય કે એવા સંજોગો ઉભા થાય કે ધરપકડ કરવી જરૂરી છે તો મહિલા પોલીસ અધિકારી , લેખિત રિપોર્ટ ના આધારે જેની હુકુમત માં ગુનો થયો હોય તે ફર્સ્ટ ક્લાસ જ્યુડીશ્યલ મેજિસ્ટ્રેટ ની અગાઉ થી પરવાનગી મેળવશે અને તે બાદ મહિલાની ધરપકડ કરી શકાશે.   ફોજદારી કાર્યવાહી ના કાયદાની કલમ : 50 માં જણાવેલ છે કે કોઈ